Featured post

लोग क्या सोचेंगे

जब भी कुछ करते है सबसे पहले हमारे दिमाग में यही बात आती है कि लोग क्या सोचेंगे? समाज क्या कहेगा? अब ए समज लीजिए कि समाज मतलब है कौन? हमारे आ...

Sunday 16 September 2018

એક સવાલ

એક સવાલ ઘણા સમયથી મને હેરાન કરે છે. આમ તો હું નાની હતી ત્યાર થી જ મને વાર્તાઓ વાંચવાનો શોખ હતો એટલે કંઇ પણ મળે વાંચી નાખતી. હવે ખબર પડી કે એ કંઇ પણ વાંચી નાખવાની આદત એ મને ઘણું શીખવી દીધું છે. કદાચ એટલે જ આજે કોઈને સવાલ પૂછવાનો સમય આવી જાય.

સ્વામિનારાયણ ભગવાન અને કૃષ્ણ આ બંન્નેની લીલાઓ એક. સરખી ઘણી છે. લગભગ જ્યાં સુધી મને ખબર છે વિષ્ણુ ના દશ અવતાર છે અને દરેક અવતાર ની અલગ અલગ કથા છે. દસેય અવતાર માં ભગવાને એક જ લીલા બીજી વાર કરી હોય એવું મારા વાંચવામાં નથી આવ્યું.

કૃષ્ણ એ માતા જશોદા ને પોતાના મુખમાં પૂરા વિશ્વ નું દર્શન કરાવેલું અને એ જ વાત મે ઘનશ્યામ મહારાજની પણ વાંચી. ભક્તિ માતા ને એમણે પૂરા વિશ્વ નું દર્શન કરાવેલું. હવે આ સવાલ એ થયો કે સાચું શું? કૃષ્ણ અને ઘનશ્યામ એક જ છે? તો એ દશાવતાર માં કેમ નથી? જ્યારે કલ્કિ અવતાર જે હજુ થયો પણ નથી એની વાત તો છે.

હમણાં એક પાક્કા સ્વામિનારાયણ ભકત ને મળવાનું થયું. મારે પાછા સવાલો તો હોય જ. આ સવાલ બહુ જ સરળ છે પરંતુ મારે વાંચવામાં ક્યાંય નહિ આવ્યું એટલે નહિ ખબર. " ઘનશ્યામે દીક્ષા લીધી પછી એ નીલકંઠવર્ણી બન્યા. પછી એ જ સહજાનંદ સ્વામી બન્યા અને એ જ ભગવાન સ્વામિનારાયણ. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી જ્યારે માણસ દીક્ષા લે ત્યારે એ બધા જ વૈભવ નો ત્યાગ કરે છે અને વસ્ત્રો પણ સાદા પહેરે છે. વર્ધમાન દીક્ષા લઈને મહાવીર સ્વામી બન્યા અને જૈન ધર્મની સ્થાપના કરી. સિદ્ધાર્થ ગૌતમ હતા એ બુદ્ધ બન્યા.

જેવી રીતે કોઈ જૈન દેરાસર માં જઈને જુઓ તો ભગવાન મહાવીરની દિગંબર મૂર્તિ ની જ પૂજા થાય છે. ભગવાન બુદ્ધનાં પણ ભગવા કપડાં માં જ પૂજા થાય છે. પરંતુ સહજાનંદ સ્વામી નો શૃંગાર તો આજ મહારાજા જેવો છે. મે વાંચેલી બુકમાં પણ એમનું વર્ણન કરેલું હોય છે કે એમના દરબાર માં સાધુ સંતો, ભક્તિ, લડુબા,જીવુબા, દાદા ખાચર વગેરે હતા.  શું એક દીક્ષા લીધેલા માણસ ને શૃંગાર કરવા એ પાપ નથી? એ ધર્મ ની વિરૃદ્ધ નથી? અને એવું હોય તો મહાવીર સ્વામી ને દિગંબર ના બદલે હીરા મઢેલા વસ્ત્રો કેમ નથી પહેરાવતા?

આટલી બધી વાતો પછી પણ મારો સવાલ ત્યાં. જ છે. કે સહજનંદ સ્વામી મહારાજ એ ભગવા વસ્ત્રો છોડીને ખંતીલો ખેસ, જરકસી જામા,રૂડી પાઘ અને ઢોલિયે પોઢણ ક્યારે અપનાવ્યું હતું?

આ વાતો કોઈ ની લાગણી દુભાવવા નથી પરંતુ મારા આ સવાલ નો સંતોષકારક જવાબ મને આટલા વર્ષો પછી પણ કોઈ એ આપ્યો નથી. જો આપને ખબર હોય તો જવાબ જરૂર આપજો. આતો કરા ભણેલા ગણેલા રહ્યા એટલે સવાલ કરવાની ટેવ પડી ગઈ છે પછી એ ભલે ને ભગવાન કેમ ના હોય?